પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્ષરના કપમાં લીલા ધાણા, લીલા મરચા,ફુદીનો, આદુ, જીરું અને સાથે બરફના ત્રણ ટુકડા ઉમેરવા. (બરફના ટુકડાને ઉમેરવાથી ચટણી ગ્રીન રહેશે.)હવે તેમાં મીઠું, સંચળ,જીરું પાઉડર, પાણી પૂરી નો મસાલો નાખી બરાબર ક્રશ કરી લો.
- 2
એક વાસણ લઇ લો. હવે તેમાં 1 થી દોઢ લીટર પાણી ઉમેરી દો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આપણે પહેલા જે મીઠું ઉમેર્યું હતું એ ફક્ત ચટણી માટેનું હતું એટલે હવે જે પાણી ઉમેર્યું એ ભાગનું મીઠું ઉમેરવું સાથે સંચળ ઉમેરો. એક લીંબુનો રસ તેમાં ઉમેરો.
- 3
હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવું. પછી એકવાર ચાખી લેવું જો તમને વધારે તીખું જોઈએ તો આપણે બનાવેલ ગ્રીન ચટણી ઉમેરી શકો છો. આ જ ચટણી બટાકાના માવામાં ઉમેરજો મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે.
- 4
તીખું પાણી તૈયાર છે. ઠંડુ કરીને સર્વ કરવું.પાણી પૂરી તૈયાર છે સર્વ કરવા માટે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15713416








ટિપ્પણીઓ (14)