મસાલા પોપકોન (Masala Popcorn Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#CDY
પોપકોન મારી બન્ને દીકરીઓની ઓલ ટાઈમ ફેવરીટ રહી છે. જમ્યા પછી જોવે એટલે ખાવાનું મન થઈ જાય.☺️😊 મને અને મારી પત્નીને પણ બહુ ભાવે છે😊😊
ઉત્તરાયણના દિવસે અમારા ફ્લેટના બધા મારા હાથની બનાવેલ પોપકોનની રાહ જોતા હોય☺️😊
પોપકોન

મસાલા પોપકોન (Masala Popcorn Recipe In Gujarati)

#CDY
પોપકોન મારી બન્ને દીકરીઓની ઓલ ટાઈમ ફેવરીટ રહી છે. જમ્યા પછી જોવે એટલે ખાવાનું મન થઈ જાય.☺️😊 મને અને મારી પત્નીને પણ બહુ ભાવે છે😊😊
ઉત્તરાયણના દિવસે અમારા ફ્લેટના બધા મારા હાથની બનાવેલ પોપકોનની રાહ જોતા હોય☺️😊
પોપકોન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ફોડવાની મકાઈ
  2. ૫ ટે. સ્પૂન તેલ
  3. ૧/૨ ટી સ્પૂન હળદર
  4. ૧ ટી સ્પૂન મીઠુ
  5. ચાટ મસાલો (સ્વાદ મુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકરમાં અથવા મોટી કઢાઈમાં તેલ લેવું. પછી તેમાં હળદર અને મીઠું ઉમેરી ખુબ સરસ રીતે મીક્ષ કરવું. પછી તેમાં મકાઈના દાણા નાખી, બરાબર મીક્ષ કરવા. ૫ મીનીટ એમનેમ રહેવા દેવું.

  2. 2

    પછી ગેસ ધીમી આંચ પર ચાલુ કરી, તેના પર કૂકર મુકવું. તેલ સહેજ ગરમ થાય એટલે કૂકરની ઉપર ડીશ મુકી ઢાંકી દેવું.

  3. 3

    ધીરે ધીરે પોપકોન ફૂટવાનો અવાજ શરૂ થશે. ૧ મીનીટ પછી ડીશ ઊંચી કરી જોતા રહેવું. ફૂટવાનો અવાજ બંધ થાય એટલે ગેસ બંધ કરી, પોપકોનને એક ડબ્બામાં કાઢી લેવી. અને તેના પર ચાટ મસાલો ભભરાવવો. ત્યારબાદ ડબ્બાનું ઢાંકણું બંધ કરવું.

  4. 4

    પછી ડબ્બાને બરાબર ઉપર-નીચે કરી હલાવવો. જેથી ચાટ મસાલો બધી પોપકોન પર સરસ મીક્ષ થઈ જાય. હવે આપણી મસ્ત મસાલા પોપકોન તૈયાર છે.👌👌😋😋
    ઘરે ફેમીલી સાથે ટીવી જોતા જોતા પોપકોન ખાવાનો આનંદ જ અનેરો હોય છે.

  5. 5

    આ રીતે બનાવશો તો તમારી બધી જ મકાઈના દાણા બહુ જ સરસ રીતે ફૂટશે☺️☺️☺️

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes