પનીર પટીયાલા (Paneer Patiyala Recipe In Gujarati)

#Jigna
પનીર પટીયાલા એ પંજાબી ડિશ છે જેને બે રીતની ગ્રેવી ને મિક્સ કરીને બનાવવામાં આવે છે આ એક રોયલ સબ્જી છે અને ઇનોવેટિવ વાનગી પણ છે
પનીર પટીયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#Jigna
પનીર પટીયાલા એ પંજાબી ડિશ છે જેને બે રીતની ગ્રેવી ને મિક્સ કરીને બનાવવામાં આવે છે આ એક રોયલ સબ્જી છે અને ઇનોવેટિવ વાનગી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાને ચોપર માં ફાઈન ચોપ કરી લો
- 2
બીજી ચારથી પાંચ ડુંગળી લો તેના ઉભા ચીરા કરી એક તપેલીમાં લઈ લો તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો તેમા મગજતરી ના બી,કાજુ,લવિંગ, તજ,ઈલાયચી અને સહેજ હળદર અને મીઠું ઉમેરી અને ઉકળવા મૂકો 5-6 મીનીટ પછી ગેસ બંધ કરી લો અને તેને ઠંડુ થવા દો
- 3
એક કડાઈમાં તેલ મૂકો તેમાં રાઈ, જીરું,હિંગ,તમાલપત્ર,આખા લાલ મરચાં, ઈલાયચી ઉમેરી તેમાં ફાઇન ચોપ કરેલા ડુંગળી અને ટામેટા ઉમેરો
- 4
તેને બરાબર ચડવા દો તેમાં લાલ મરચું,હળદર, ધાણાજીરૂ, અને જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરી બરાબર સાંતળવા દો પાંચ થી છ મિનિટ પછી ગેસ ની ફ્લેમ બંધ કરી દો
- 5
બોઈલ કરેલી ડુંગળી ને એમાંથી પાણી,લવીગ,ઈલાયચી,તજ કાઢી,મિક્સરમાં ફાઈન પેસ્ટ બનાવી લેવી
- 6
બીજી કડાઈમાં તેલ મૂકો તેમાં લસણ-આદુ -મરચાની પેસ્ટ ઉમેરો,પછી તેમાં બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો ત્રણથી ચાર મિનિટ સુધી તેને સાંતળી લો પછી તેમાં ડુંગળી- ટામેટા ની સાંતળેલી પેસ્ટ ઉમેરી લો,જરૂરિયાત લાગે તો થોડું ગરમ પાણી ઉમેરો તેની થીકનેસ બરાબર થાય ત્યાં સુધી તેને ચઢવા દો
- 7
તેમાં ગરમ મસાલો, ચપટી હળદર,કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરી ચારથી પાંચ મિનિટ ચડવા દો પછી ગેસ ની ફ્લેમ બંધ કરી દો
- 8
પનીરને છીણી નાખો એમાં ચીઝ છીણીને ઉમેરો તેમાં એક ડુંગળીને ઝીણી ઝીણી કાપીને ઉમેરો આદુ મરચાની પેસ્ટ,લાલ મરચું પાઉડર,ધાણાજીરૂ,ચાટ મસાલો જરૂરિયાત પ્રમાણે મીઠું, કોથમીર ઉમેરો પછી બધું બરાબર મિક્સ કરી લો
- 9
એક થાળીમાં પાણી લો તેમાં પાપડને બંને સાઈડથી ડુબાડો અને તરત જ લઈ લેવા પાપડ પર પનીરનું મિશ્રણ મૂકો અને પાપડ ને બંને સાઈડ થી કવર કરી રોલ વાળી લો સ્પ્રિંગ રોલ ની જેમ પાપડના રોલ બનાવી લો
- 10
ફ્રાયપેન માં પાપડ રોલ ને શેલો ફ્રાય કરો ગોલ્ડન બ્રાઉન થાય એટલે લઈ લો અને સબ્જી ને સર્વ કરતી વખતે તેને વચ્ચેથી કટ કરીને ગ્રેવીમાં મૂકીને પીરસવું
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)