મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
Sonal Gaurav Suthar @soni_1
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પરાત માં ઘઉં નો લોટ લઈ એમાં સૂકવણી ની મેથી, મીઠું, હળદર, લાલ મરચું, અજમો તથા મોણ માટે તેલ નાખી બધું બરાબર ભેળવી લઈ એમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જવું અને મિડિયમ સોફ્ટ જેવી કણક બાંધવી.
- 2
કણક ને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દો.
- 3
હવે આ કણક માં થી માપસર નાં લુઆ કરી અટામણ લગાડી આંકા વાળા વેલણ થી બને એટલી પાતળી રોટલી જેવું વણી લેવું. બધી રોટલી વણી પછી શેકવી.
- 4
તવી ગરમ થાય એટલે બંને બાજુ કોરા સેકી પછી સહેજ તેલ લગાડી ખાખરા સેકી લો.
- 5
તેલ લગાડીને શેકેલ ખાખરા લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે. દૂધ કે ચા સાથે ઘી લગાડી મેથીયો મસાલો કે જીરાલું ભભરાવી આ ખાખરો ખૂબ સરસ લાગે છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16009840






ટિપ્પણીઓ (16)