પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ની જુડી માંથી એક એક ડાળી માંથી આખા પાન કાઢી લેવા અને ધોઈ ને સાફ કરી લેવા ને પાણી ના બાઉલ માં પલાળી રાખવા.
- 2
ત્યાર પછી તેને એક કપડાં માં કાઢી ને કોરા કરવા.હવે એક બાઉલ માં બેસન લઇ તેમાં જીરું, હળદર, મરચું, સોડા અને મીઠું સ્વાદ એડ કરવું.
- 3
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું અને એક એક પાલક ના પાન ને બેટર માં ડીપ કરી ને તેલ માં તળી લેવા ગોલ્ડન બ્રાઉન ને ક્રિસ્પી થઇ જાય ત્યાં સુઘી તળી લેવા.
- 4
હવે એક પ્લેટ માં પાલક ના પત્તા લઇ ને પ્લેટિંગ કરી તે પત્તા પર લીલી ચટણી, લસણ ની ચટણી,મીઠી ચટણી, ડુંગળી, ટામેટાં, મસાલા બી, દાડમ, નાયલૉન સેવ,દહીં અને કોથમીર થી ગાર્નિશ કરી તૈયાર કરવું.
- 5
તો તૈયાર છે પાલક પત્તા ચાટ એકદમ ટેસ્ટી 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16017888






ટિપ્પણીઓ (12)