ક્રિસ્પી ડુંગળીના ભજીયા (Crispy Onion Bhajiya Recipe In Gujarati)

Grishma Acharya @grishma
ક્રિસ્પી ડુંગળીના ભજીયા (Crispy Onion Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીને લાંબી લાંબી સમારવી.
- 2
પછી ડુંગળી ની અંદર એક ચમચી મરચું સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નાખી આ મિશ્રણને પાંચ મિનિટ માટે મૂકી દો.
- 3
ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું.
- 4
આ મિશ્રણને પાંચ મિનિટ મૂક્યા બાદ તેનામાં થોડો થોડો કરીને ચણાનો લોટ ઉમેરવો. તૈયાર છે આ મિશ્રણ હવે તેના ભજીયા ઉતારવા.
- 5
ધીમા તાપે થોડા થોડા ભજીયા ઉતારવા. ભજીયા જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન ન થાય ત્યાં સુધી એને તળવા. તૈયાર છે ડુંગળીના ક્રિસ્પી ભજીયા તમે એને ટામેટાં સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16081295



ટિપ્પણીઓ