વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)

#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર ચોખા અને અડદ ની દાળ પાણી માં પલાળી દેવી..લગભગ 6 થી 8 કલાક પલળવા દેવી...એટલે જો ઉત્તપમ રવિવારે કરવું હોય તો શનિવારે રાત્રે પલાળી દેવું...
- 2
હવે દાળ અને ચોખા ને મિક્ષર માં ક્રશ કરી લઇ યોગ્ય ખીરું તૈયાર કરવું.હવે તે ખીરામાં 2 નંગ ટામેટા,2 નંગ ડુંગળી,2નંગ ગાજર,કોબીજ બધું ક્રશ કરીને મેળવી દેવું...અને તેમાં મીઠું,મરચું,ચપટી ગરમ મસાલો ભેળવી દેવો
- 3
હવે એક કુકર માં તુવેર દાળ બાફી દો...અને એક કડાઈ માં ક્રશ કરેલા ડુંગળી ટામેટા અને 1 ચમચી અડદ નું દાળ શેકી ગ્રેવી બનાવી લો..ગ્રેવી ને બાફેલી દાળ માં ઉમેરી દો...
- 4
હવે દાળ માં તમામ મસાલા કરી લો..અને ઉકળવા મૂકી દો...
- 5
હવે લીલાં કોપરાના ટુકડા,2 નંગ લીલાં મરચાં અને 2 ચમચી કોથમીર લઇ તેને મીક્ષર માં પીસી લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો અને ત્યારબાદ તેમાં મીઠાં લીમડા અને રાઈ નો વઘાર કરી લીલાં કોપરા ની ચટણી તૈયાર કરો.
- 6
હવે એક નોન સ્ટીક પાન કે ઢોસા નો તવો લઇ તેની પર તૈયાર કરેલું ખીરું પાથરી ને ઉત્તપમ બનાવી લો.ચટણી ને સંભાર સાથે પીરસો..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ