બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટનો બેટર બનાવવા માટે.સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ મીઠું અને 1/2 ચમચી હળદર અને લાલ મરચું ઉમેરો. ત્યારબાદ બટેકા વડા ને થોડાક ફૂલેલા બનાવવા માટે તેનામાં એક ચમચી ખાવાનો સોડા અથવા એક ચમચી ઈનો ઉમેરો.
- 2
હવે બાફેલા બટેકા માં ૧ ચમચી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણા પાઉડર લીલા મરચાં અને કોથમીર ઉમેરો ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું અને લીંબુ નાખી મિક્સ કરો ત્યારબાદ તેના ગોળ ગોળ બોલ બનાવો.
- 3
તેલ ગરમ થઈ જાય એટલે તેનામાં બટેકા વડા તરી લો. બટેકા વાળા નો કલર બદામી રંગ જેવો થાય ત્યાં સુધી તેને તળો ત્યાર બાદ તેના ઉપર થોડો ચાટ મસાલો નાખી તેને સર્વ કરો તો તૈયાર છે આપણા બટેકા વડા.
- 4
ચટણી બનાવવા માટે મિક્ષ્ચર જારમાં કોથમીર તીખા અને મોરા લીલા મરચાં આદુ, લીંબુ, મીઠું, ખાંડ અને શીંગ દાણા નાખી મિક્ષ્ચર માં પીસી લો તો તૈયાર છે આપણી કોથમીર અને મરચાની ગ્રીન ચટણી.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ