ફરાળી સાબુદાણા ની ખીચડી

Sushma vyas @sushfood
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા વઘાર માટે જોયતુ તેલ લેવું,ગરમ થાય એટલે જીરૂ નાખવું,ત્યારબાદ શીંગદાણા નાખી હલાવવું,ત્યારબાદ લીલા મરચા,લીમડી નાખી પલાળેલા સાબુદાણા નાખવા
- 2
ધીમા તાપે હલાવી મીઠું,લીંબુ,ખાંડ અને મરી નો ભૂકો નાખી હલાવવું.હવે શીંગદાણા નો ભૂકો અન્સ કિશમિશ નાખી ૨/૩ મિનિટ ઢાંકી ને સિજવા દેવું.
- 3
સાબુદાણા બરાબર પકાઈ જાય એટલે ગેસ બંધ કરી બાઉલ મા કાઢી લીલા ધાણા નાખી સર્વ કરવું.
- 4
મસાલા દહીં માટે - જોઈતું દહીં, મીઠું મરી,ને ધાણા,જીરા પાઉડર,થોડું ખમણેલું લીલું નારીયેળ નાખી મિક્સ કરવું.ખીચડી સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16298075




ટિપ્પણીઓ