સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ યીસ્ટ ને એક્ટિવ કરવા માટે એક બાઉલમાં હૂંફાળું દૂધ લઇ તેમાં ખાંડ તેમજ યીસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.
- 2
પહોળા વાસણમાં મેંદો લઈ તેમાં બટર, વાટેલું લસણ તેમજ તેલનું મોણ ઉમેરી યીસ્ટવાળા દૂધથી લોટ બાંધી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. લોટને બરાબર કેળવી તેલથી ગ્રીસ કરી ઢાંકીને બે કલાક માટે રેસ્ટ આપો. ત્યારબાદ લોટને પંચ કરી તેમાંથી હવા કાઢી નાખી લોટ ના બે ભાગ કરો.
- 3
હવે ગાર્લિક બટર ની બધી સામગ્રી મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરો.
- 4
હવે લોટ નો એક ભાગ લઈ થીક વણી લો. તેના ઉપર ફોર્ક થી પ્રીક કરો. તેની ઉપર બનાવેલું બટર એપ્લાય કરો. હવે તેના અડધા ભાગ પર મોઝરેલા ચીઝ પાથરો ઉપરથી ઓરેગાનો તેમજ ચીલી ફ્લેક્સ ભભરાવીને 1/2 ફોલ્ડ કરી દો.સાઈડ ની કિનારી પર પાણી લગાવી બરાબર બંધ કરી દો. ઉપરથી ચપ્પાના મદદથી માર્ક મૂકો અને બનાવેલું ગાર્લિક બટર લગાવી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ sprinkle કરો.
- 5
હવે એક કઢાઈ લો. તેમાં નીચે મીઠું પાથરી તેના પર સ્ટેડ 10 મિનિટ માટે પ્રિ હીટ કરો.ડીશ ને તેલ થી ગી્સ કરી તૈયાર કરેલી ગાર્લિક બ્રેડ મૂકી 15 થી 20 મિનિટ માટે બેક કરો.
તૈયાર છે ગાર્લિક બ્રેડ...
Keywords
Similar Recipes
More Recipes
- હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
- સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
- ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)
- મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
- તવા ઉત્તપમ (Tawa Uttapam Recipe In Gujarati)








ટિપ્પણીઓ (6)