નુડલ્સ (Noodles Recipe In Gujarati)

ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે.
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,ડુંગળી,ટામેટાં,કેપ્સીકમ, લસણ,કોબી બધું ઝીણી સમારી લેવું આદુ ક્રશ કરી લેવું. આપણી પાસે ફણસી, મકાઈ હોય તો પણ નાખી શકાય છે. વેજીટેબલ માં જે આપણી પાસે હાજર હોય તેનો ઉપયોગ કરવો. એક મોટી કડાઈમાં તેલ મૂકી તેમાં લસણ આદુ અને ડુંગળી સાતળવી ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ નાખી ચડવા દેવા.
- 2
બીજી બાજુ એક તપેલીમાં પાણી મૂકી તેના મીઠું અને એક ચમચી તેલ નાખી તેમાં નુડલ્સ બાફી લો. નુડલ્સ ને ચારણીમાં કાઢી ઉપરથી ઠંડુ પાણી નાખો. તેથી નુડલ્સ એકદમ છૂટી રહેશે.
- 3
બીજું બાજુ વેજીટેબલ ચડી જાય એટલે તેમાં સોયા સોસ ચીલી સોસ અને બધા મસાલા નાખી એકવાર હલાવી લેવાનું એક મિનિટ પછી નુડલ્સ નાખી બરાબર હલાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (5)