પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને તુવેરદાળ ને સાથેજ પાણી માં ૧ કલાક પલાળી,સ્વાદ મુજબ મીઠું,હળદર,૨ લવિંગ,૧/૨ ઇંચ તજ,૨ મરી અને ૨ તમાલ પત્ર નાખી બાફી ને સાદી ખીચડી બનાવી લેવી.
- 2
પાલક ની ભાજી ને ધોઈ ને ઉકળતા પાણી માં ૫/૭ મિનિટ રાખી કાઢી ને ઢંડા પાણી માં ૫ મિનિટ રાખી કાઢીલેવી..ત્યારબાદ મિક્સર માં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે પાલક ની ગ્રેવી બનાવવા.તેલ કડાઈ મા લેવું.તેમાં જીરૂ,૨ લવિંગ,૨ કટકા તજ,૨/૩ મરી,તમાલ પત્ર,લીમડી ના પાન અને ચપટી હિંગ નાખી ડુંગળી નાખી સાંતળવી.ત્યારબાદ 1/2આદુ અને લસણની કાતરી નાખવી,ચડિજય એટલે મરચા ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી પેસ્ટ ને ચડવા દેવી. સાતળાઈ જાય એટલે પાલકની બનાવેલ પેસ્ટ આ વઘાર માં નાખી ગેસ બંધ કરી લેવો.
- 4
હવે મોટા કડાઈ માં ગ્રેવી અને ખીચડી ને મિક્સ કરી ગરમ કરવા મૂકવી.
- 5
સર્વ કરતી વખતે ફરી વઘાર કરવા કડાઈ માં તેલ મૂકવું.તેમાં બાકી રહેલા,લવિંગ,તજ,મરી,જીરૂ,લાલ મરચા,ચપટી હિંગ નાખી લસણ અને આદુ ની કાતરી ને સાતાડવી. સંતળાઈ જાય એટલે હળદર નાખી ખીચડી ઉપર નાખવી.મિક્સ પણ કરી શકો અને આમજ પણ સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ