ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#SGC
ગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના કકરા લોટ અને ચણા ના લોટને એક કાથરોટમાં લઇ તેલનું મોણ ઉમેરો. મુઠ્ઠી પડતું મોણ લેવું.હુંફાળા પાણી થી કઠણ લોટ બાંધવો.
- 2
હવે બાંધેલા લોટના મુઠીયા વાળી લેવા. મુઠીયામાં ખાડા પાડવા. કઢાઈમાં તેલ ગરમ કરી એમાં મુઠીયા તળવા.
- 3
મુઠીયા ધીમા તાપે સહેજ ગુલાબી તળવા. ઠંડા થાય એટલે એના ટુકડા કરી મિક્સરમાં બારીક કરવા.
- 4
હવે આમાં ઈલાયચી અને જાયફળ પણ જારમાં ઉમેરી બારીક કરવું. ઘઉંના ચાળણા થી ચાળી લેવું.
- 5
આ રીતે બધા મુઠીયા બારીક કરી ચૂરમું તૈયાર કરવું. હવે એક કઢાઈમાં ઘી અને ગોળ ગરમ કરી મિક્સ કરી લો. ગોળનો પાયો કરવો નહિ.તૈયાર ચુરમામાં ગોળ અને ઘી ઉમેરો.
- 6
ગોળ અને ઘી નું મિશ્રણ ઠંડુ પડે એટલે બરાબર મિક્સ કરી લો. હવે લાડુ તૈયાર કરી ખસ ખસ લગાવો. તૈયાર છે ચુરમાનાં લાડુ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ