વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ તેને થોડીવાર પાણીમાં પલાળી રાખવા ત્યારબાદ તેને ગરમ પાણીમાં નાખી અને ભાત બનાવી લેવા જેથી ભાત એકદમ છૂટા બનશે
- 2
બધા જ શાકભાજીને ધોઈ અને ઝીણા સમારી લેવા બટાકુ ટમેટું ડુંગળી મરચાં અને આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેવી.. તમે તમારી પસંદ ના કોઈપણ શાકભાજી તેમાં ઉમેરી શકો છો
- 3
ત્યારબાદ ગેસ પર એક કડાઈ લો તેમાં થોડું તેલ મૂકી તેમાં બટાકા નાખી સાંતળી લઈશું ત્યારબાદ તેમાં આપણે કોબી નાખીશું એક પછી એક બધા શાક સાંતળીશું તેમાં હવે આપણે આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખીશું અને થોડું મીઠું ચપટી હળદર નાખી આપણે તેને બરાબર થવા દઈશું
- 4
હવે બધા શાકભાજી ચડી ગયા છે ત્યારે આપણે તેમાં ટામેટાં મરચા અને ડુંગળી નાખીશું તેમાં બધા મસાલા કરીશું મરચું પાઉડર ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરીશું
- 5
બધું બરાબર મિક્સ થયા બાદ આપણે તૈયાર કરેલો ભાત તેમાં ઉમેરીશું અને તેને હલાવીશું
- 6
હવે બે મિનિટ આપણે તેને થવા દઈશું બધા મસાલા ભાતમાં ચડી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું અને પુલાવ તૈયાર છે
- 7
આપણે ગેસ બંધ કરી અને આ પુલાવને સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ