સ્ટ્રીટ ફુડ તવા પુલાવ

Gauri Sathe @gauri
આપણે બહાર પાવભાજી ખાવા જઇએ અને તવા પુલાવ ના ખાઇએ એવુ બને જ નહી.આ એકદમ માઉથ વોટરિંગ વાનગી છે.
#RB19
સ્ટ્રીટ ફુડ તવા પુલાવ
આપણે બહાર પાવભાજી ખાવા જઇએ અને તવા પુલાવ ના ખાઇએ એવુ બને જ નહી.આ એકદમ માઉથ વોટરિંગ વાનગી છે.
#RB19
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને જરુર કરતા થોડુ ઓછુ પાણી લઈ પ્રેશર પેન મા 3 સીટી મારી બાફી લો. કુકર માથી ભાત કાઢી ફોર્ક થી છુટો પાડી દો.
- 2
હવે કઢાઇ મા તેલ લઈ જીરાનો વઘાર કરી હિંગ હળદર નાખી ટામેટા સિવાય ના બધા સમારેલા શાક અને મસાલા નાખી દો.અધકચરા ચડે ત્યા સુધી હાય ફ્લેમ પર સાંતળો.હવે તેમા રાંધેલો ભાત, ઝીણુ સમારેલુ ટામેટુ અને કોથમીર ઉમેરો.બધુ મિક્સ કરી તેમા માખણ ઉમેરો ફરી હલાવી 5 મીનીટ ઢાંકી રાખો.
- 3
હવે ઢાંકણ કાઢી લઈ હાઇ ફ્લેમ પર 2/3 મીનીટ હલાવી ગેસ બંધ કરો.ગરમા ગરમ તવા પુલાવ સર્વ કરવા માટે રેડી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16551297



ટિપ્પણીઓ (6)