મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌરાષ્ટ્ર દાળ અને ચોખા ધોઈ તેમાં મેથીના દાણા ઉમેરી આખી રાત પલાળી દો. સવારે બધું પાણી નીતારી મીકસર માં સ્મુથ ક્રશ કરી ૬ થી ૭ કલાક આથો આવવા દો. બાદ મિશ્રણ માં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી પાતળું ખીરું બનાવો.
- 2
એક પેનમાં તેલ ગરમ મુકી તેમાં હીંગ મુકી લસણ અને ડુંગળી સાંતળી ટામેટાં ઉમેરી મીક્સ કરી બટાકા ઉમેરી બાકીના મસાલા અને મીઠું ઉમેરી મીક્સ કરી લો.થોડી કોથમીર ભભરાવી દો.
- 3
હવે ઢોસા માટેનો તવો ગરમ કરી તેના ઉપર પાણી છાટી કોટન ના કપડાં થી સાફ કરી ખીરું પાથરી પાતળો અને ક્રિસ્પી ઢોસો ઉતારો. ગરમાગરમ ઢોસો બટેટાની સુકી ભાજી,સાંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે મસાલા ઢોસા.😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16594708











ટિપ્પણીઓ (2)