વેજ પનીર જાલફ્રેઝી (Veg Paneer Jalfrezi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ અને પનીર ને કાપી લો હવે એક નોનસ્ટિક પેનમાં માં બટર ગરમ કરો
- 2
હવે તેમાં ડુંગળી, ગાજર કેપ્સિકમ અને વટાણા ઉમેરી સાંતળો ત્યાર બાદ બોયલ બટાકા અને ટામેટાં ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરવું અને 2 મિનિટ સાંતળો
- 3
હવે પનીર ઉમેરી 1 મિનિટ સાંતળો અને પછી એક પ્લેટ માં કાઢી લો
- 4
હવે એજ પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો પછી ડુંગળી,લીલા મરચાં અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી 2 મિનિટ સાંતળો હવે તેમાં હળદર,ધાણાજીરું અને લાલ મરચું પાઉડર ઉમેરો
- 5
હવે બધું બરાબર મિક્સ કરી સાંતળો હવે તેમાં ટોમેટો સોસ કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરવું પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો
- 6
હવે બરાબર મિક્સ કરી તેલ છુંટુ પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં સાંતળેલા વેજીટેબલ ઉમેરો
- 7
હવે તેમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 1 મિનિટ થવા દો પછી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરો
- 8
હવે ગરમ ગરમ વેજ પનીર જાલફ્રાજી ને પ્લેટ માં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ