રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના ફાડા અને મગ ની દાળ ધોઈ અને ઘઉંના ફાડા કરતાં ડબલ પાણી સ્વાદ અનુસાર મીઠું લઈ કુકરમાં બે થી ત્રણ સીટી વગાડી અને બાફી લ્યો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ મીઠો લીમડો અને અડદ અને ચણાની દાળ નાખી સાંતળી લ્યો
- 3
ત્યારબાદ તેમાં ગાજર કેપ્સીકમ બટાકુ ડુંગળી ઝીણા સમારેલા નાખી અને હલાવી લો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 4
બધા શાકભાજી થોડાક ચડે એટલે તેમાં બાફેલી ફાડા ખીચડી મિક્સ કરી હલાવી લો આમાં તમે તમારા મનગમતા શાકભાજી જેમકે વટાણા ચોળી ફણસી પણ નાખી શકો છો
- 5
ફાડા ખીચડી તૈયાર થાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675530









ટિપ્પણીઓ