મટર લીલા લસણ ના પરાઠા (Matar Lila Lasan Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થાળી મા ઘઉં ના લોટ મા મીઠું,તેલ નાખી ને મિક્સ કરી લો.પછી તેમા થોડુ થોડુ પાણી નાખી ને પરાઠા જેવો લોટ બાંધી લેવાનો.
- 2
એક કડાઈ મા તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમા જીરુ,વરિયાળી,લીલા મરચા નાખી ને તતળે એટલે તેમા લીલુ લસણ નાખી ને સાતળી લેવાનું.
- 3
હવે સતળાઈ જાય પછી તેમા બાફેલા મટર નાખી ને બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરી ને 2 મિનિટ સુધી સાતળી લો.પછી સ્ટફિગ ને ઠંડુ કરી લો.એક પ્લેટ મા નિકાળી લો.
- 4
ત્યારબાદ બાઘેલા લોટ મા તેલ નાખી ને ટુપી લો. લોટ મા થી લુઆ કરી લો.સ્ટફિગ મા થી બોલ તૈયાર કરી લો.લુઓ લઈ ને થોડુુક વડી ને વચ્ચે સ્ટફિગ મુકી ને બધ કરી ને વણી લો.
- 5
પછી તવો ગરમ કરવા મુકો.તવો ગરમ થાય એટલે તેમા પરાઠુ મુકી તેલ મુકી ને ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનું. બધા પરાઠા આ રીતે શેકી લો.તૈયાર છે મટર લીલા લસણ ના પરાઠા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680015

















ટિપ્પણીઓ