ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Juliben Dave @julidave
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરને છોલીને સારી રીતે ધોઈને છીણી લો.
એક કડાઈમાં મધ્યમ તાપ પર ઘી ગરમ કરો અને તેમાં છીણેલા ગાજર ઉમેરી, 5 મિનિટ સુધી ચડવા દ્યો - 2
જ્યારે ગાજરમાંથી રસ ઓછો થઈ જાય, પછી તેમાં દૂધ ઉમેરો અને હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો, ચમચા વડે સતત હલાવતા રહો.
દૂધ સંપૂર્ણ બળી જાય ત્યારે મલાઈ ઉમેરો
સાથે તેમાં ખાંડ ઉમેરો અને તેને મિક્સ કરો અને ફરીથી ચડવા દ્યો
મિશ્રણ લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી દ્યો
શેકેલા કાજુ-બદામ, ઇલાયચી પાઉડર ઉમેરો,
તૈય્યાર છે ગાજરનો હલવો,,ગરમ ગરમ અથવા ઠરેલો પીરસો બન્ને સરસ લાગે છે,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738805








ટિપ્પણીઓ (2)