મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને અને તુવેર દાળ ને બરાબર ધોઈ અલગ અલગ 15 મિનિટ પલાળી રાખવા
- 2
હવે બટાકા, ગાજર,કેપ્સિકમ, બીટ,ડુંગળી ને કાપી લેવા આદુ મરચા લસણ ને વાટી રાખવા
- 3
હવે એક કૂકર મા ઘી અને તેલ ને ગરમ કરવા પછી તેમાં રાઈ અને જીરું ઉમેરો તતાડવા દેવું પછી તમાલ પત્ર અને મીઠા લીમડા ના પાન ઉમેરવા
- 4
હવે ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી સાતડવું પછી ગાજર, બીટ,કેપ્સિકમ,તુવેર દાણા અને બટાકા ઉમેરવા
- 5
હવે બધું મિક્સ કરી 2 મિનિટ માટે થવા દો પછી પલાળેલી તુવેર દાળ અને પલાળેલા ચોખા ઉમેરો
- 6
હવે હળદર,લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરો
- 7
હવે ખીચડી નો મસાલો ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ થવા દો પછી કૂકર નું ઢાંકણ બંધ કરી 3 સીટી વગાડી ગેસ બંધ કરી કૂકર ને ઠંડું થવા દો
- 8
હવે આપડી ખીચડી રેડી છે સર્વ કરવા માટે તો મે ગરમ ગરમ ખીચડી ને સર્વ કરી છે તમે તમારી પસંદ મુજબ સર્વ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773438




























ટિપ્પણીઓ