અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

લગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે.
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રબડી બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો.દૂધ ઉકળીને 1/2 થાય એટલે તેમાં ખાંડ ઉમેરો.એમાં વળતી મલાઈને તવેથા ની મદદ થી સાઈડમાં ભેગી કરતા જાવ.તેમાં ઇલાયચી પાઉડર,કેસર 2 ચમચી દૂધ 2 ચમચી દૂધમાં મિક્સ કરેલો મિલ્ક પાઉડર ઉમેરો.દુધ ઘાટુ રબડી જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દો.હવે રબડીમાં ડ્રાયફ્રુટ એડ કરી સાઈડમાં લઇ ઠંડી થવા દો.
- 2
અંગુર બનાવવા માટે દૂધ ઉકળે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દો અને તેમાં ધીમે ધીમે લીંબુનો રસ એડ કરો.દૂધ ફાટી જાય એટલે ચારણી ઉપર એક કોટનનો રૂમાલ લઈ તેમાં ફાટેલું દૂધ ગાળી લો.તૈયાર થયેલા પનીર ને સારી રીતે ધોઈ અને રૂમાલમાં ટાઈટ બાંધી દો.જેથી કરી તેમા રહેલુ બધું પાણી નીકળી જાય.
- 3
હવે પનીરને બરાબર મસળો. તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી મસળો.હવે તેમાંથી એક સરખા નાના ગોળ ગોળા વાળી લો.
- 4
ચાસણી બનાવવા માટે એક પેનમાં પાણી અને ખાંડ ઉમેરો.પાણી ગરમ થઈને ઉકળવા માંડે એટલે તેમાં ધીરે ધીરે કરીને પનીર ના બોલ એડ કરો.ફાસ્ટ ગેસ ઉપર ઢાંકીને દસ મિનિટ થવા દો.હવે એક વખત ઢાંકણ ખોલી હલાવી અને પાંચ મિનિટ થવા દો.તૈયાર થયેલ અંગુર ને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દો.
- 5
અંગુર થોડા ઠંડા થાય એટલે તેમાંથી ખાંડ સીરપ હળવા હાથે દબાવી કાઢી અને રબડીમાં એડ કરો.અંગુર રબડીને 3 થી 4 કલાક માટે ફ્રિજમાં મૂકી દો.તૈયાર છે અંગુર રબડી..તેને ઠંડી ઠંડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
- આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
- લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
- વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)











ટિપ્પણીઓ (7)