વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)

#LSR
#Cookpadindia
#Cookpadgujarati
ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ બટાકા ધોઈને સાફ કરી તેને છાલ સાથે કાપી લો. એક કુકરમાં રીંગણ બટાકા ને હળદર, હિંગ અને જરૂરી પાણી ઉમેરી બે સીટી કરી બાફી લો.
- 2
એક બાઉલમાં અધકચરા સિંગદાણા સાથે મસાલા ના ઘટકો નાખી મિકસ કરો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને સૂકા લાલ મરચાં નાખો. લીલાં મરચાં આદું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો. મિક્સ કરેલો મસાલો નાખી સાંતળો.
- 3
બાફેલા રીંગણ બટાકા ને પાણી સાથે નાખી મીઠું અને ખાંડ નાખી મિકસ કરો. લીલું લસણ અને કોથમીર નાખી મિકસ કરી તેલ છુટું પડે ત્યાં સુધી રાંધો. આમલીનું પાણી ઉમેરી બે મિનીટ ઢાંકીને થવા દો.
- 4
લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)