ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)

ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ તુવેર ની દાળને ૨-૩ વખત ધોઈ ને, દાળ ડૂબે એટલા પાણીમાં બાફી લો. ત્યારબાદ તેને એક પેનમાં લઈ તેમાં ખાંડ તેમાં ચણાનો લોટ બરાબર મિક્સ કરી સતત હલાવતા રહો ધીમે ધીમે મિશ્રણ ઘટ્ટ થતું જશે જ્યારે મિશ્રણમાં તબેથો ઉભો રહે ત્યારે પૂરણ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો
- 2
એક થાળીમાં ઘી લગાવી મિશ્રણ પાથરી દો. તેની ઉપર ખસખસ તેમજ કોપરાનું છીણ ભભરાવો સહેજ ઘી વાળો હાથ કરી ઉપરથી થપ થપાવી લો
- 3
રોટલીના બાંધેલા લોટમાંથી લુવો લઇ રોટલી વણી લો. વચ્ચે પુરણપોળી ના મિશ્રણ નો માવો મૂકી બધી બાજુથી બંધ કરી રોટલી વણી લો
- 4
- 5
એક તવીને ગરમ કરવા મૂકો. ગેસની ફ્લેમ મીડીયમ કરી બનાવેલી ગળી રોટલી તવી ઉપર મૂકો એક સાઈડ શેકાઈ જાય એટલે તેને ફેરવી લો હવે રોટલી ફૂલી જાય એટલે તેને તવી પરથી લઈ ઘી લગાવી ગરમાગરમ સર્વ કરો. આ રીતે બધી રોટલી તૈયાર કરી લો.
- 6
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (4)