પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટનું મીઠું અને તેલનું મોણ મિક્સ કરીને જરૂર મુજબ પાણી એડ કરીને પરાઠાનો લોટ બાંધી લો લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
હવે સૂકા ધાણા વરીયાળી જીરું અને કાળા મરીને મિક્સરમાં વાટી લો પછી બાફેલા બટાકા લઇ ઝીણી સમારેલી ડુંગળી લીલા મરચાં કોથમીર લાલ મરચું ગરમ મસાલો આમચૂર પાઉડર અનાર દાણા પાઉડર મીઠું, અજમો અને પીસેલો મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો
- 3
હવે લોટમાંથી પરાઠા કરતાં થોડો મોટો લુવો લઈને નાનીપૂરી વણી લો પછી તેમાં 2 ચમચી જેટલું પુરણ ભરીને બધી કિનારી ભેગી કરીને વાળી લો પછી અટામણ લગાવીને પરાઠો વણી લો
- 4
તવો ગરમ થઇ જાય પછી પરાઠાને તેની ઉપર મૂકીને શેકી લો એક બાજુથી થઈ જાય ત્યારે પલટાવી લો પછી ઘી લગાવીને તેને બંને બાજુએથી શેકી લો આ રીતે બધા પરાઠા તૈયાર કરો
- 5
ગરમાગરમ પરાઠા સર્વ કરવા માટે તૈયાર છે આ પરાઠાને તમે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
- પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
- મેથી વાળી બિસ્કીટ ભાખરી (Methi Biscuit Bhakri Recipe In Gujarati)
- ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
- ટામેટા ડુંગળી નું શાક (Tomato Dungri Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16804730















ટિપ્પણીઓ