વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)

#SN3
#AWADH
#NAWABI
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#SABJI
#DINNER
#LUNCH
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#BW
અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ, બદામ,ઈલાયચી અને મગજતરી ના બી ને ધોઈને એક કલાક માટે પલાળી રાખો. એક કડાઈમાં બધા ખડા મસાલા અને બે થી ત્રણ મિનિટ માટે કોરા શેકી લો પછી તેમાં ટામેટા અને 1 ચમચી તેલ ઉમેરી ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટા વાળું મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સર જારમાં લઈ તેમાં કાજુ બદામ વાળું મિશ્રણ પણ ઉમેરી બધું ક્રશ કરી તેની પ્યુરી તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં 1 ચમચીઘી અથવા તો બટર મૂકી તે ગરમ થાય એટલે તેમાં કેપ્સીકમ ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં બાફેલા શાકભાજી ઉમેરો અને સાથે થોડા થોડા કોરા મસાલા પણ ઉમેરો અને બે મિનિટ પછી હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.
- 3
હવે બાકી રહેલું ઘી અથવા તો બટર મૂકી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરી પાંચ થી સાત મિનિટ માટે ધીમા તાપે સાંતળો પછી તેમાં બાકીના કોરા મસાલા ઉમેરી બીજી 4 થી 5 મિનિટ માટે સાંતળો હવે તેમાં સાતડેલા શાકભાજી અને મલાઈ ઉમેરી ધીમાં તાપે ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરો. જરૂર પડે તો એક થી બે ચમચા જેટલું પણ તેમાં પાણી ઉમેરી કુક કરો. છેલ્લે તેમાં કસૂરી મેથી ઉમેરી દો.
- 4
તૈયાર શાકને સર્વિંગ બાઉલમાં લઈ તેના ઉપર ઝીણી સમારેલી કોથમીર તથા તેની આજુબાજુ છીણેલું પનીર ઉમેરી દો. મેં અહીં તેને તવા રોટી તથા વેજ. તિહારી સાથે સર્વ કરેલ છે. એકદમ નવાબી ગ્રેવી સાથે તૈયાર આપણું અવધ વેજ સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)