રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા મગ મિક્સર જારમાં લઈ એની અંદર આદુ મરચાં અને લસણ અને દહીં ઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર નાખી ક્રશ કરી લેવું
- 2
પછી આ ખીરાને એક મોટા બાઉલમાં લઈ લેવું અને તેની અંદર સોજી ઉમેરી મીઠું ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરી ખીરાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેવું
- 3
10 થી 15 મિનિટ પછી ખીરાને ફરીથી હલાવી તેની અંદર ફરીથી જરૂર જણાય તેટલું પાણી નાખી હળદર અને હિંગ કોથમીર નાખી 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લેવું
- 4
પછી તેમાં ઈનો નાખી ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂ પાથરી ઢોકળા ને 15 મિનિટ માટે મીડીયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવા સ્ટીમ થઈ જાય એટલે તેની ઉપર તેલ લગાવી થોડા ઠંડા થાય પછી કટ કરી ગરમ ગરમ મગ ના ઢોકળા ને તેલ લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરવા
- 5
તો તૈયાર છે ફણગાવેલા મગના અને હેલ્ધી ઢોકળા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832287

















ટિપ્પણીઓ