બેસન અને સોજીના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં રવો અને બેસન લઈ તેમાં દહીં ઉમેરી સરસ થી મિક્સ કરી થોડું પાણી ઉમેરી 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ, હળદર, હિંગ, મીઠું, ખાંડ બધું ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરવું.
- 3
પછી તેમાં ઇનો ઉમેરી થોડું પાણી નાખી એક જ ડાયરેક્શનમાં હલાવવું. એટલે એનો તેમાં એક્ટિવેટ થઈ જશે. ત્યારબાદ તેને તેલ થી ગ્રીસ કરેલી થાળી માં નાખી અને ઉપરથી લાલ મરચું ભભરાવી 15 થી 20 મિનિટ સુધી ઢોકળાને વરાળમાં બાફવા મુકવા.
- 4
પછી ચપ્પુ કે ટુથપીક થી ચેક કરી જો ઢોકળા ચપ્પુમાં ચોંટે નહીં એટલે ચડી ગયા છે એમ સમજીને થાળી ઉતારી લેવી. તે ઠરે પછી તેમાં કાપા પાડી ને વઘારની તૈયારી કરવી.
- 5
વઘાર માટે પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, તલ, લીલું મરચું લાંબુ કટ કરેલું એ બધું મૂકીને વઘાર કરવો. પછી તે વઘાર ઢોકળા પર રેડી દેવો. હવે તૈયાર છે ગરમાગરમ ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (4)