ચીઝી પોટેટો બાઇટ્સ

આ એક ટી ટાઈમ સ્નેક્સ છે. પોટેટો કૂકીઝ પણ કહી શકાય આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. બટેટા બધાને ખૂબ જ પ્રિય હોય છે સામાન્ય રીતે ફરાળમાં આપણે બટેટાની ચિપ્સ વેફર ફ્રેંચ ફ્રાઈ વગેરે ખાતા હોઈએ છીએ, તો મેં આ બાફેલા બટેટામાંથી એક નવી રીતે ટ્રાય કર્યું છે આ વાનગી ગરમાગરમ વધારે સારી લાગે છે. ઠરી ગયા પછી થોડું સોફ્ટ થઈ જાય છે પણ સ્વાદમાં ખુબ સરસ છે. હોળીના તહેવારને હોય મેં અહીં કલરફુલ બનાવ્યા છે. જેના માટે મેં ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. કલર ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે જ.

રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાના બે ભાગ કરી કુકરમાં મૂકી બે થી ત્રણ સીટી વગાડી બાફી લ્યો ઠંડા પડે એટલે છાલ કાઢી ઝીણી ખમણીથી ખમણી લ્યો
- 2
ખમણેલા બટેટા માં ખમણેલું ચીઝ બટર મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી પુરાણ તૈયાર કરો. ત્યારબાદ તેના એકસરખા પાંચ થી છ ભાગ કરો દરેક ભાગમાં મનગમતા ફૂડ કલરના બે કે ત્રણ ડ્રોપ ઉમેરો.
- 3
ત્યારબાદ એક ટ્રે માં ક્લીન રેપ મૂકી દરેક કલરના લાંબા રોલ કરી ફોટામાં બતાવ્યા પ્રમાણે મૂકી દો હવે ક્લીનરેપ નો રોલ કરી લો.
- 4
આ રોલને એક પાઈપિંગ બેગમાં ભરી લો. બેકિંગ ટ્રેમાં બટર પેપર મૂકી મનગમતી સાઈઝના અને ડિઝાઇનના ડ્રોપ્સ મૂકી દો.
- 5
190 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં આ બાઇકટસ ને 15 થી 20 મિનિટ બેક કરી લો ત્યારબાદ ગરમાગરમ સર્વ કરો.
- 6
નોંધ : ચીઝ નો નાખીએ તો પણ ચાલે. ફરાળ સિવાય ઉપયોગમાં લેવું હોય તો ગાર્લિક ઓનિયન પાવડર ઓરેગાનો પિઝા સીઝનિંગ ચીઝ પાવડર વગેરે બધું ઉમેરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)