પુરણ પોળી
#HRC
હોળી સ્પેશિયલ l
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળને સારી રીતે ધોઈ ચારથી પાંચ કલાક માટે ગરમ પાણીમાં પલાળી લેવી. પછી કુકરમાં પાંચ સિટી બોલાવી લેવી. લોટમાં મીઠું અને બે ચમચી મોણ નાખી રોટલી કરતાં સહેજ કઠણ લોટ બાંધો.
- 2
પછી એક એલ્યુમિનિયમની કડાઈમાં અથવા નોનસ્ટિક પેનમાં બે ચમચી ઘી મૂકી ચણાનો લોટ નાખો. સહેજ શેકાય એટલે બાફેલી દાળ નાખી દેવી. ગોળ ખાંડ અને જાયફળ પાવડર પણ નાખી દેવો. તમે એકલો ગોળ અથવા એકલી ખાંડ પણ લઈ શકો.
- 3
પછી આ મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવું પાણી બધું બળી જાય અને કોરું પડે પછી ગેસ બંધ કરી દેવો અને ઈલાયચી પાવડર નાખો નીચે ઉતારી એક થાળીમાં કાઢી લેવું તેની ઉપર ટોપરાનું ખમણ ભભરાવું.
- 4
પછી લોટ ના મીડિયમ સાઇઝના લુવા પાડી લો. નાની રોટલી વણી તેમાં વચ્ચે પૂરણનો ગોળો મૂકો અને કચોરીની જેમ વાળી અને ફરી વણી લેવી અને તવી ઉપર બંને બાજુ શેકવી તમે ઘી લગાડીને પણ શેકી શકો અથવા ઘી વિના શેકી પછી ઉપરથી ઘી લગાવીશકો. ગરમ ગરમ ખાવાના ઉપયોગમાં લેવી
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (3)