રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ઝીણો રવો લો. પછી તેમાં દહીં નાખો તેમજ જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. દસ મિનિટ પછી રવામાં પાણી સુકાઈ ગયું હશે, હવે તેમાં થોડું પાણી ઉમેરો અને ઢોકળા માટેનું ખીરું તૈયાર કરો.
- 2
હવે એક સ્ટીમરમાં પાણી ગરમ મૂકો પછી તેમાં એક થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો.હવે રવાના ખીરામાં જરૂર મુજબ મીઠું ચપટી ખાવાનો સોડા અને ફ્રુટ સોલ્ટ નાખીને બધું બરાબર હલાવી નાખો. આ મિશ્રણને સ્ટીમરમાં ગરમ કરવા મૂકેલી થાળીમાં નાખી ને ઢાંકી દો અને ૧૦ થી ૧૨ મિનીટ માટે વરાળે પાકવા દો
- 3
10 થી 12 મિનિટ પછી રવાના ઢોકળા બનીને તૈયાર થઈ જશે.હવે તેના ઉપર રાઈ અને મરચાનો વઘાર કરીને નાખો તેમજ કોથમીર નાખીને તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16841426













ટિપ્પણીઓ (15)