રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો વાટકો મગની દાળ જોઈને પાણીમાં પાંચથી છ કલાક પલાળી દેવી દાલ પલળી જાય એટલે તેમાંથી પાણી કાઢી લેવું અને દાલને મિક્સરમાં પીસવા માટે લેવી અને તેમાં જ લીલા મરચાં ના ટુકડા કરીને તેમજ સૂટ પાઉડર તથા કોથમીર એક કપ જેટલી એડ કરવી અને તેને બરાબર કરકરું પીસી લેવું
- 2
પછી પીસેલા મિક્સરમાં બીજો મસાલો એટલે કે મીઠું ધાણાજીરું હળદર હિંગ અને એક ચમચો તેલ એડ કરવું અને બરાબર હલાવી લેવું.
- 3
ગેસ ચાલુ કરીને તેના ઉપર સ્ટીમર મૂકીને તેમાં કાંઠો મૂકીને પછી એક થાળીમાં તેલ લગાવી ગ્રીસ કરી દેવું અને મિક્સ કરેલા ખીરામાં એનો એડ કરી દેવો અને તેના ઉપર 2 ચમચી ગરમ પાણી નાખવાથી ઇનો એક્ટિવ થશે.
- 4
પછી એકદમ હલાવીને લખવી લોફી લોફી પ્લફી થઈ ગયેલા ખીરાને ગ્રીસ થઈ ગયેલી થાળીમાં કાઢીને ઉપર કાશ્મીરી મરચાથી સ્પ્રિંકલ કરવો અને પછી સ્ટીમરમાં બાફવા માટે મૂકવું.
- 5
20 મિનિટ સુધી ગેસ ઉપર રાખીને પછી ચેક કરવુ. જો ચડી ગયું હોય તો, ગેસ બંધ કરી, ઢોકળા ને બહાર કાઢી લેવુ. અને ઉપર તેલ લગાવી દેવું જેથી ઢોકળું સોફ્ટ રહે.
- 6
આપણું ગ્રીન ટેસ્ટી ઢોકળું તૈયાર છે. ગરમ ગરમ તેલ, સંભાર સાથે પણ સરસ લાગે છે. અને વઘારી પણ શકાય છે. તેલમાં રાઈ જીરું તલ કઢી પત્તા મૂકીને વઘારી દેવું પણ મેં આજે ખાલી બાફેલું ઢોકળું જ બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે.
- 7
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)