રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બટેટા ની છાલ ઉતારી તેને સ્લાઈસ કરી ગરમ પાણીમાં બોઈલ કરી લઈશું બોઈલ થઈ ગયા પછી તેમાં પાણી કાઢી તેમાં શિંગોડા નો લોટ નાખી પાંચેક મિનિટ રહેવા દઈશું પછી એક કડાઈમાં તેલ લઈ ચિપ્સ તળી લઈશું
- 2
ત્યાર પછી આપણે કાચા કેળાની છાલ ઉતારી પતલા ગોળ શેપમાં પીસ કરી લઈશું અને કેળાને થોડા તેલમાં સાંતળી લઈશુંપછીએક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય પછી તેમાં જીરું નો વઘાર કરીશું પછી તેમાં ઝીણા સુધારેલા ટમેટા મરચા આદુ મીઠું હળદર અને જીરું નાખીહલાવીશું પછી આપણે તેમાં કાચા કેળા નાખી ચાર ત્રણ થી ચાર મિનિટ હલાવીશું પછી તેમાં ઉપરથી સીંગદાણાનો ભૂકો નાખી બે મિનિટ હલાવો પછી તેમાં એક ચમચી લીંબુનો રસ નાખી હલાવો અને ઉપરથી ધાણાભાજી ગાર્નિશ કરો
- 3
અહીં મેં ફરાળી ચવડાને મિક્સરમાં ક્રશ કરી લીધો છે પછી કેપ્સીકમ ના વચ્ચેના ભાગ કાઢી નાખી તેમાં આપણે ફરાળી ચેવડો નું પૂર્ણ ભરીશું ફરાળી ચેવડામાં મેં લીંબુ ખાંડ અને કોથમીર એડ કરેલી છે અને પછી એને તેલમાં ફ્રાય કરી લઈશું
- 4
સાબુદાણાને મેં અહીંયા બે થી ત્રણ કલાક પડ્યા પલાડેલા છે પછી આપણે અહીં આપણે એક નાના બટેટાના ઝીણા કટકા કરી તેલમાં સાથે લઈશુંએક કડાઈમાં તેલ લઈશું તેમાં જીરું નો વઘાર કરીશું પછી તેમાં આપણે તેમાં ટમેટા મરચા લીમડો હળદર જીરુ મીઠું સાથે લીલા બટેટા સિંગદાણાનો ભૂકોનાખી બરાબર હલાવીશું ત્યાર પછી તેમાં સાબુદાણા એડ કરીએ એક ચમચી લીંબુનો રસ નાખી બરાબર હલાવીશું અને બે મિનિટ સુધી હલાવીશું અને ઉપરથી કોથમીર ગાર્નિશ કરીશું
- 5
પછી આપણે સિઝલર ની પ્લેટ ને ગેસ પર ગરમ કરી ગારનીશ કરી અને પ્લેટ તૈયાર કરીશું અને પ્લેટમાં તમે કાચા કેળા ફ્રૂટ્સ વેફર વગેરે એડ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (2)