રાંધવાની સૂચનાઓ
- 1
૧. લોટ બાંધવા માટે મેંદો, ઘઉંનો લોટ, મીઠું, મોયણ માટે તેલ નાંખી લોટ બાંધવોઅને લોટ માં થી પાતળી રોટલી બનાવી કાચી પાકી શેકી લેવી.
- 2
સ્ટફિંગ ની રીત:એક પેન મા તેલ લઇ તેમાં ડુંગળી,લસણ,મરચાં નાખી સાંતળવું હવે તેમાં લાલ મરચું, હળદર, આમચૂર પાવડર,ગરમ મસાલો,અને બેસન નાખી ને બરાબર મિક્સ કરીને થોડીવાર ઢાંકી ને ચડવા દેવું,5 મિનીટ પછી નીચે ઉતારી ને ઉપર થી કોથમીર ઉમેરવી,ત્યાર બાદ બનાવેલી રોટલી નાં એક ના ચાર ભાગ કરવા,હવે ચણા નો લોટ 2 ટે. સ્પૂન અને મેંદો 2 ટે.સ્પૂન મિક્સ કરીને પેસ્ટ બનાવવી,ત્યાર બાદ રોટલી ના એક પીસ પાર કોન શેપ આપી ને બનાવેલી પેસ્ટ લઇ ચોટાડવું.
- 3
ત્યાર બાદ તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી લેવું ઉપર થી તેનાં પર મૈદૉ ની પેસ્ટ લગાવી દેવી.અને ગરમ તેલ માં મઘ્યમ તાપે આછા ગુલાબી તળી લેવાં, ત્યાર બાદ કોન ની ઉપર ના ભાગ ને સોસ મા ડિપ કરીને જીણી સેવ ભભરાવી ને ઉપર થી છીણેલું ચીઝ થી ગાર્નીશ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ