આલુ ફુદીના મિક્સ અને બેસન મઠરી

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

ખૂબ જ સ્વાદિષ્ટ

આલુ ફુદીના મિક્સ અને બેસન મઠરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખૂબ જ સ્વાદિષ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આલુ ફુદીના મિક્સ માટે:-
  2. ૨ કપ બેસન
  3. ૪-૫ બાફેલા બટાકા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ટી ચાટ મસાલો
  6. ૨ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  7. ૪ ટી સ્પૂન તેલ
  8. ૧ કપ ફુદીનો
  9. ૪ ટેબલસ્પૂન આખાં શીંગ દાણા
  10. ૪-૫ સમારેલા લીલાં મરચાં
  11. તીખી બુંદી જરૂર મુજબ
  12. તળવા માટે તેલ
  13. બેસન મઠરી માટે:-
  14. ૧ કપ.બેસન
  15. ૧ કપ ઘઉંનો લોટ
  16. ૧ કપ સમારેલી મેથી ની ભાજી
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ૧/૨ ટી સ્પૂન હળદર
  19. ૧ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  20. ૧ ટી સ્પૂન કાળા મરી પાવડર
  21. ૧ ટી સ્પૂન જીરું
  22. ૪-૫ ટેબલસ્પૂન ઘી
  23. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફુદીના ને ધોઈ કોરા કપડાં ઉપર પાથરી સૂકવી દો.

  2. 2

    બાફેલા બટાકા ને છીણી લઈ બરાબર મેશ કરી લો. હવે તેમાં બેસન, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, તેલ ઉમેરી બરાબર મિક્સ કરી નરમ કણક તૈયાર કરો કણક ને તેલથી ગ્રીઝ કરેલા સેવના સંચામાં ભરી ગરમ તેલમાં સેવ પાડી તળી લો.

  3. 3

    આખાં શીંગ દાણા, સમારેલા લીલાં મરચાં અને સૂકવેલા ફુદીના ને પણ તળી લો.

  4. 4

    હવે બધું મિક્સ કરી તેમાં જરૂર મુજબ તીખી બુંદી ઉમેરો. તૈયાર છે આલુ ફુદીના મિક્સ

  5. 5

    એક બાઉલમાં બેસન, ઘઉં નો લોટ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, કાળા મરી પાવડર, જીરુ,ઘી અને સમારેલી મેથી ની ભાજી મિક્સ કરીને પાણી થી કણક બાંધો. બેસન હોવાથી પાણી ઓછું જોઈશે. ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તેમાંથી મોટા લૂઆ કરી મોટી રોટલી વણી લો. ગોળાકાર કટર અથવા કટોરી ની મદદથી નાની મઠરી તૈયાર કરો. કાંટા થી પ્રીક કરી ગરમ તેલમાં ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે બેસન મઠરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes