મોતીચુર ના લાડુ

Bhumika Gandhi
Bhumika Gandhi @cook_9755604
શેર કરો

ઘટકો

  1. ખાંડ ની ચાસણી
  2. ૧ કપ ખાંડ
  3. ૧/૨ કપ પાણી
  4. પીંચ જેટલા કેસરના તાંતણા
  5. બુંદી બનાવવા માટે
  6. ૧. કપ બેસન
  7. ૧ થી ૨ ચમચી મિક્સ સૂકોમેવો બારીક કાપેલો
  8. ૩/૪ કપ પાણી
  9. પીંચ કેસરના તાંતણા
  10. ૧/૨ ટી સ્પૂન ઈલાયચી પાવડર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચાસણી બનાવવા માટે એક તપેલી માં ખાંડ, કેસર અને પાણી નાખી ગેસ પર ઉકળવા મુકો

  2. 2

    ૧ તાર ની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો. તેમાં ઈલાયચી પાવડર નાખી હલાવો.

  3. 3

    હવે બુંદી બનાવવા માટે એક વાસણમાં બેસન અને કેસર નું પાણી નાખો અને તેમાં પાણી ઉમેરી હલાવતા રહો જેથી ગાઠા ના પડે. બેટર ની કનસીટનસી થોડી પતલી રાખવાની છે.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો

  5. 5

    તેની ઉપર તળવાનો ઝારો રાખી બેસન નું બેટર રેડો એટલે બુંદી પડશે

  6. 6

    તેને તળી લો અને કિચન પેપર પર નીકાળી લો.

  7. 7

    હવે તેને તરતજ ચાસણી માં નાખો

  8. 8

    જો ચાસણી ગરમ ના હોય તો થોડી ગરમ કરી લેવી.

  9. 9

    ત્યારબાદ બુંદી ને મિક્ષી માં પીસી લેવી જેથી તેનો ભૂકો થઇ જશે

  10. 10

    હવે તેને નીકાળી લો અને તેના બોલ બનાવી લો અને સુકામેવા થી સજાવો

  11. 11

    તૈયાર છે મોતીચુર ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Gandhi
Bhumika Gandhi @cook_9755604
પર

Similar Recipes