ગ્રીન રાજમા કરી

ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ની સીંગ માથી રાજમા ના દાણા કાઢી લો
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો જીરુ તતડી જાય એટલે તેમાં કાંદા સાંતળો.
- 3
કાંદા સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરો અને તેને 5-7 સાંતળો.
- 4
ત્યાર બાદ તેમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા અને મીઠું ઉમેરો અને તેને સાંતળો અને તેમા રાજમા ઉમેરો.
- 5
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો અને તેને ઢાંકણ ઢાંકી ને 8-10 મિનીટ સુધી રંધાવા દો
- 6
રાજમા નરમ થઇ જાય એટલે તેમા કસુરી મેથી અને કોથમીર ભભરાવી દો અને તેને ગરમા ગરમ રાઈસ અને રોટલી સાથે પીરસી દો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ