ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)

ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ ઘઉંના ફાડા અને દાળ મિક્સ કરી સરસ રીતે પાણીથી ત્રણ વાર ધોઈ. અને દસ મિનિટ પલાળો ત્યારબાદ એક કુકરમાં ત્રણ મોટી ચમચી તેલ લ્યો.
- 2
તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં વઘાર કરો.1 ચમચી રાઈ, 1 ચમચી જીરુ, નાની ચમચી આખા તીખા, પાંચ લવિંગ, અને પાંચ તજ ના ટુકડા ચાર સુકા મરચા બે તમાલપત્ર એક લીમડાની ડાળખી 1/2 ચમચી હિંગ વઘાર થઈ જાય બાદ તેમાં લીલું લસણ આદુ ખમણેલો અને મરચાની કટકી નાખી બધું બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, બટાકુ, ગાજર,વટાણા, બધું નાખી બરાબર મિક્સ કરી ને બે મિનિટ સાતડો બે મિનિટ થઈ જાય બાદ મસાલા નાખો હળદર, ચટણી, મરી પાઉડર,મીઠું, બરાબર હલાવી પછી
- 3
પછી તેમાં ચાર વાટકી પાણી ઉમેરો. પાણી સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં ઘઉંના ફાડા અને દાળ મિક્સ કરેલા ઉમેરો અને સરસ રીતે હલાવી કુકર બંધ કરી દો. પછી એને ચાર વિસલ વગાડવાની. વિસલ થયા બાદ પછી એને પાંચ સાત મિનિટ પછી ખોલવાનું તો તૈયાર છે ઘઉંના ફાડા ની ખીચડી.
- 4
પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ખાવી ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને લીંબુ નીચવીને પણ ખાવ તો સારી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ