ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ત્રણ 4 ચમચી તેલ લઈ તેમાં આખું જીરું નાખો ત્યારબાદ તજ લવિંગનો ભૂકો આદુ મરચાની પેસ્ટ નાખી શીંગ નો ભુકો સાબુદાણા અને બટેટાનો માવો નાખો પછી તેમાં સ્વાદ મુજબ મીઠું મરીનો પાઉડર જીરાનો પાઉડર ફરાળી લોટ નાખો બધું બરાબર હલાવી મિક્સ કરો ત્યારબાદ તેને નીચે ઉતારી ઠંડુ થવા દો
- 2
બીજા એક પેનમાં તેલ કે ઘી મૂકી તેમાં સકરટેટી નો પલ્પ નાખો ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ મીઠું ખાંડ મિલ્ક પાઉડર કાજુ બદામ પિસ્તાની કતરણ 1/2 ચમચી ઇલાયચી પાઉડર માંથી પણ 1/2તેમાં નાખો સતત હલાવતા રહો પેન છોડે અને ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બાકીનો ઇલાયચી પાઉડર તેમાં નાખો ઠંડુ થાય એટલે એક બાઉલમાં કાઢી લો
- 3
હવે બટેટાના મિશ્રણમાંથી એક ગોળ લુવા જેવું લઈ તેને હાથેથી લંબ ગોળ થેપી તેની અંદર અને પછી એને રોલ કરો એવી રીતે હાર્ટ શેપના મોલ્ડમાં પહેલા હાથ માં 1/2સુધી બટેટાનું મિશ્રણ એની ઉપર સેકરટેટીનો પલ્પ અને એની ઉપર ફરી બટેટાનું મિશ્રણ મૂકો આ રીતે જુદા જુદા શેપ આપી ફરાળી કટલેસ બનાવી દો.
- 4
હવે ફરાળી કટલેસ ને ફરાળી લોટમાં રગદોળી તેને પેનમાં તેલ મૂકી અને તળી શકાય અથવા તો લોઢી પર થોડું તેલ કે ઘી મૂકી શેકી પણ શકાય ફરાળી લોટ ના હોય તો આરા લોટમાં પણ રગદોળી શકાય અથવા તો સાબુદાણા ને મિક્સર જારમાં ક્રશ કરી તેને પણ લઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (7)