તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
મારા ઘરમાં બાળકોની પી્ય ડીશ છે આ.
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
મારા ઘરમાં બાળકોની પી્ય ડીશ છે આ.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ૫ કલાક પલાળી રાખ્યા પછી મીઠું નાખેલા પાણીમાં ૪ વ્હિસલ વગાડીને બાફી લો. બાફતી વખતે ઉપયોગમાં લીધેલુ પાણી કાઢશો નહી, એ જ પાણીમાં આપણે ઢોકળી બનાવીશુ.
- 2
ઘઉંના લોટમાં થોડુ તેલ, મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ,જીરુ અને અજમો નાંખીને લોટ બાંધી લો.પાતળા રોટલા વણી લો. તેમાં ચોરસ કાપા પાડી લો.
- 3
તેલમાં રઇ, અજમાનો વઘાર કરીને તુવેર વઘારી લો. તેમાં તુવેર બાફેલુ પાણી નાંખો. મીઠું, મરચુ, હળદર ધાણાજીરુ નાંખો. લસણ, આદુની પેસ્ટ નાંખો. ઉકળવાનુ સ્ટાર્ટ થાય એટલે વણેલા રોટલાના કરલેલા ચોરસ પીસ તેમાં નાંખી દો.
- 4
ઉકળવા દો. ચઢી જાય અને રસો જાડો થઇ જાય એટલે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829737









ટિપ્પણીઓ (2)