ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપબેસન
  2. 1,½ કપ પાણી
  3. 1 નાની ચમચીલીંબુ ના ફૂલ
  4. 2 ચમચીખાંડ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચીતેલ
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચપટીહિંગ
  9. 1પેકેટ રેગ્યુલર ઇનો
  10. 1/2 ચમચીતેલ (પ્લેટ ગ્રીસ કરવા માટે)
  11. વઘાર માટે -👇
  12. ૩ ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. 2ડાળખી મીઠો લીમડો
  15. 2લીલા મરચા
  16. 1 ચમચીતલ
  17. 1 કપપાણી
  18. 3 ચમચીખાંડ
  19. કોથમીર સમારેલી જરૂર મુજબ
  20. સર્વ કરવા માટે - લીલી ચટણી,ગોળ આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ને ચાળી લેવું.એક ઊંડા વાસણ માં 2 કપ પાણી લઈ તેમાં લીંબુ ના ફૂલ,ખાંડ અને મીઠું ઉમેરો.બધું ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરવું.હવે તેમાં બેસન હળદર અને હિંગ અને તેલ ઉમેરવું. મિશ્રણ ને એક જ સાઈડ 5 મિનિટ સુધી ફેંટવું.સરસ ફ્લફી થઈ જશે.અને કલર પણ ચેન્જ થશે.

  2. 2

    હવે સ્ટીમર માં પાણી લઈ ગરમ કરવા મૂકો. ઢોકળા મૂકવા હોય એ પ્લેટ ને તેલ થી ગ્રીસ કરવું.હવે તૈયાર કરેલા મિશ્રણ માં ઇનો ઉમેરી તેના પર 1 ચમચી પાણી એડ કરવું.અને ફરી 30 સેકંડ ફેટવું.

  3. 3

    મિશ્રણ ને પ્લેટ માં લઇ 15-17 મિનિટ માટે ઢાંકી ને સ્ટીમ થવા દેવું. ટૂથપીક ચેક કરી, ઉતારી લેવું.

  4. 4

    ઢોકળા ઠંડા થાય એટલે ચોરસ કાપા પાડીને કાઢી લેવા.હવે કડાઈ માં તેલ ગરમ કરી વઘાર ના ઘટકો ઉમેરવા.

  5. 5

    હવે તેમાં પાણી ઉમેરી ખાંડ એડ કરવી.ખાંડ ઓગળે અને પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો.તૈયાર વઘાર ને ઢોકળા પર રેડી દો.ઉપર થી કોથમીર ભભરાવી દેવી.

  6. 6

    તૈયાર છે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા.તેને લીલી ચટણી અને ગોળ આંબલી ની ખાટી મીઠી ચતની સાથે સર્વ કરી શકાય.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Kalubhai Vaghela
Kalubhai Vaghela @cook_39839043
આપની.સલાહ.મુજબ.પ્રયાસ.કરીશ

Similar Recipes