ખાંડવી (Khandvi in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ કે તપેલી લઈ લો તેની અંદર 1 કપ દહીં ઉમેરો તેજ કપ નું માપ લઇને બે કપ પાણી ઉમેરો દહી અને પાણી બરાબર મિશ્રણ કરો દહી અને પાણી એક રસ થઇ જાય ત્યારબાદ તેમાં ધીમે ધીમે ચણાનો લોટ મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ત્યારબાદ હળદર ઉમેરો અને ફરીથી બરાબર મિક્ષ કરી લો ગઠાના રહે તે રીતે વ્યવસ્થા હલાવતા જવું અને જરૂર પડે તો પાણી ઉમેરવું
- 2
હવે આપણે ખાંડવી બનાવીએ અને ફરિવાર મીઠું ચેક કરી લો ત્યારબાદ તેને કડાઈમાં ઉમેરી મીડીયમ તાપે હલાવતા રહેવું બેટર ને સતત હલાવતા રહેવાનું છે આ રીતે ચલાવતા રહેશુ તો ચણાનો લોટ ઘાટો થતો જશે ચણાના લોટ ને શેકાતા 10 થી 15 મિનિટ લાગે છે મીડીયમ તાપે ચઢવા દેવું જેથી નીચે બેસી ન જાઈ જો તેને બરાબર હલાવશો નહીં તો ખાંડવી બરાબર નહી ઉતરે.
- 3
સ્ટીલની ડિશ પર તેલ લગાવીને આ બેટર ને તાવીથા ની મદદથી પાથરી દો પછી 5 મિનિટ સુકાવા દો અને પછી કટ કરીને રોલ વારો અને પછી 1 બાઉલ માં તેલ ગરમ મૂકો તેમાં રાઈ,તલ, અને લીમડો નાખી વઘાર કરો અને ખાંડવી પર પાથરી દો
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (2)