સ્ટફડ હરાભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)

સ્ટફડ હરાભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં તેલ ગરમ થાય એટલે જીરું તતડાવો હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ અને વટાણા ઉમેરી ને ચઢવા દો. હલે તેમાં પાલકની ભાજીને સમારી ને ઉમેરો. ભાજી સોફ્ટ થઈ જાય અને શાકમાંથી બધું પાણી બળી જાય એટલે ગેસ ઓફ કરી લો.
- 2
મિક્ષણ ને ઠંડુ થવા દો. હવે તે મિક્ષણ માં ધાણા ઉમેરીને પીસી લો. હવે આ પીસેલ મિક્સર ને એક બાઉલ માં લઈ લો તેમાં બાફીને રાખેલા બટાકાને મેશ કરી લો તથા 2 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્બસ પણ ઉમેરો ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ દરેક મસાલા એડ કરો અને માવો તૈયાર કરી લો
- 3
હવે એક બીજા બાઉલ માં પનીર અને ચીઝને છીણી ને મિકક્ષ કરી લો તેમાં જરૂર પ્રમાણે મીઠું અને મરી પાઉડર મિક્સ કરો. હવે તેના નાના બોલ બનાવી લો.
- 4
હવે બનાવેલ મિકક્ષર માંથી મિડયમ બોલ બનાવો વચ્ચે હોલ કરી તેમાં ચીઝ વાળા બોલ્સ મુકી તેને કવર કરી ને ટિક્કિ બનાવી લો તેને બ્રેડ ક્રમ્બસમાં રગડોળી ને ઉપર કાજુનો એક પીસ લગાવી સાઈડ પર રાખી લો. આવી રીતે બધી ટિક્કિ બનાવી લો.
- 5
હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરો અને તેમાં બનાવેલ ટિક્કિ ને બન્ને બાજુ એ થી સરખી શેકી લો. તમને ફાય કરવી હોય તો પણ કરી શકાય. તો ગરમ ગરમ હરાભરા કબાબ રેડી છે. મીનટ ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (6)