ઇદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને બેવાર બરાબર ધોઈને ૪-૫ કલાક માટે પલાળી દેવા. તેમાં મેથીના દાણા નાખી દેવા.
- 2
ત્યારબાદ બંનેને પીસી ખીરું તૈયાર કરી પ-૬ કલાક માટે આથા માટે રાખી દેવું
- 3
આથો આવી જાય એટલે તેમાં મીઠું, હીંગ, આદુ મરચાની પેસ્ટ.નાંખવી. એક ઢોકળીયામાં પાણી ઉકળવા મૂક્વું. પાણી ઉકળી જાય એટલે ખીરામાં તેલ, સોડા ઉમેરવા તેમાં ઉપર થોડું ગરમ પાણી નાંખી બરાબર હલાવી લેવું. ઉકળતા પાણીમાં તેલ લગાડેલી ડીશમાં આ.ખીરું નાંખી દેવું. ઉપર મરીનો ભૂકો છાંટવો.
- 4
૧૦મીનીટ માટે ચઢવા દેવું.
- 5
ઢોકળા થઈ જાય એટલે થાળી બહાર કાઢી ઠરવા દેવી. કlપાં કરી લેવા.
- 6
એક વધારીયામાં વધાર માટેનું તેલ ગરમ મૂકી તેમાં રાઈ નાખવી. રાઇ તતડે એટલે લીલા મરચા 'લીમડો. તલ નાંખી વધાર કરવો. આ વધાર તૈયાર. થયેલ. ઢોકળા પર નાંખી દેવો. ઉપર કોથમીર છાંટી દેવી.
- 7
તો તૈયાર છે સુરતી વાનગી ઈદડા. ગરમ ગરમ ઇદડા લીલી ચટણી અથવા સોસ સાથે પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (9)