સ્વીટ ખાંડવી

Gauri Sathe @gauri
સ્વીટ ખાંડવી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાનો રવો(હવેતો તૈયારમળે છે.ના મળે તો ચોખા ધોઇપંખાનીચે સુકવી મિક્સર અથવા ધંટી પર રવો કરી શકાય) 1&1/2 ટેબલ સ્પૂન ઘી મા ગુલાબી શેકી લો.
- 2
હવે એક પેન મા પાણી લઈ ઉકળવા માંડે એટલે ગોળ,આદુ,મીઠું નાખવું.અઅડધુ કોપરાનુ છીણ નાખવું.ફરી ઉકળવા માંડે એટલે રવો ધીમે ધીમે નાખવો.ગાંઠો ના પડે તે ધ્યાન રાખવુ.બધુ મિક્સ થાય એટલે ધીમી આંચ પર 2/3મિનિટ ઢાંકી દેવુ.હવે ઢાંકણ કાઢી વધેલુ ઘી નાખી હલાવી ફરી 5/6 મિનિટ ઢાંકી દેવુ.ઉપમાની જેમ ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે મિશ્રણને ઘી થી ગ્રીઝ કરેલી થાકી મા પાથરી ને ઉપરથી કોપરાનુ છીણ ભભરાવી દો. થોડુ થાય એટલે ચોરસ પીસ કરી લો. આ સ્વીટ ખાંડવી સર્વ કરવામાટે તૈયાર છે.
- 4
આ ખાંડવી 3 કરતા વધારે દિવસ સારી રહેતી નથી. ફ્રીઝ મા 4/5દિવસ વધારે સારી રહે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16285905



ટિપ્પણીઓ (3)