મસાલા ચણા દાળ (Masala Chana Dal Recipe In Gujarati)

soneji banshri @banshri
મસાલા ચણા દાળ (Masala Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ ને ધોઈ ૩-૪ કલાક પાણીમાં પલાળી રાખો.
- 2
હવે મોટી ગરણી માં દાળ ને ૧/૨ કલાક નીતારવા મૂકો જેથી બધું જ પાણી બરાબર નીકળી જાય, હવે છાપું પાથરી તેના પર જાડું નેપકીન પાથરી તેના પર દાળ ને છૂટી પાથરી ને ૧ કલાક સૂકવવા દો.
- 3
હવે કાણા વાળા જારા માં દાળ લઈ મધ્યમ તાપે દાળ ને તળી લો, દાળ તેલમાં ઉમેરતા ફીણ થશે જ્યારે ફીણ થવાનું બંધ થાય ત્યારે સમજવું કે દાળ તૈયાર છે, જારા માં થી તેલ નીતરી જાય એટલે ટીશ્યૂ પેપર પર દાળ લઈ લો
- 4
હવે ડબ્બામાં તળેલી દાળ લઈ તેના પર લાલ મરચું પાઉડર અને સંચળ પાઉડર છાંટીને મિક્ષ કરીને હવા ચુસ્ત ડબ્બામાં સ્ટોર કરો.
- 5
લીંબુ નો રસ નાખી ઝરમર વરસાદ માં મજા માણો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359424




ટિપ્પણીઓ (5)