રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગદાળ, ચણા દાળ અને અડદ દાળ ને ૪ થી ૫ કલાક પલાળી દો. બધી દાળ બરાબર પલળી જાય પછી તેને નિતારીને મિક્સરમાં કરકરી પીસી લો. પછી ઢાંકીને એક કલાક રેસ્ટ આપો. તેમજ આદુ મરચાં કોથમીર ઝીણી સમારી લો.
- 2
હવે પીસેલી દાળને એક બાઉલમાં કાઢી એક જ ડિરેક્શનમાં ફેટી લો. ત્યારબાદ તેમાં જીણા સમારેલા આદુ- મરચા, કોથમીર, મીઠું, કરકરા પીસેલા ધાણા અને મરી, ચપટી બેકિંગ સોડા ઉપર ગરમ તેલ અને લીંબુ રસ નાખી હલાવી લો.
- 3
ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલ બેટર માંથી દાળવડા ગુલાબી બ્રાઉન કલરના તળી લો. તૈયાર થયેલા ગરમાગરમ દાળવડા ને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396462





ટિપ્પણીઓ