સ્વામિનારાયણ ખિચડી કઢી (Swaminarayan Khichdi Kadhi Recipe In Gujarati)

Vaishakhi Vyas @vaishu90
સ્વામિનારાયણ ખિચડી કઢી (Swaminarayan Khichdi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા બરાબર ધોઈને ૧૫-૨૦ મિનિટ માટે પલાળી રાખો.
- 2
હવે એક કૂકરમાં ઘી લઈ તેમાં બધા તેજાના અને જીરું, લીમડો ઉમેરી લીલાં મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં શીંગદાણા, કોબીજ, વટાણા અને તુવેરના દાણા ઉમેરી તેને બરાબર મિક્સ કરો.
- 3
- 4
હવે તેમાં પલાળેલા દાળ ચોખા તથા મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી ૩-૪ સિટી વગાડી બાફી લો.
- 5
કઢી માટે દહીંમાં બેસન તથા પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક તપેલીમાં ઘી લઈ તેમાં બધા તેજાના, જીરું, લીમડો ઉમેરી તેમાં લીલાં મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 6
હવે તેમાં દહીં અને બેસનવાળું મિશ્રણ ઉમેરો. હવે તેમાં મીઠું તથા ગોળ ઉમેરી ૧૦-૧૫ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો. હવે ૩-૪ ઉભરા આવી જાય પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 7
હવે આ ખિચડી કઢીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16427143














ટિપ્પણીઓ (2)