દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ.
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખા અડદ અને રાજમાને રાતે પલાળી રાખવા. અથવા આઠ કલાક પલાળી એક કુકરમાં એક ચમચી મીઠું નાખી બાફી લેવા.
- 2
ત્યારબાદ વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું, તજ,લવિંગ,ઇલાયચી મૂકી વઘાર કરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળો. આદુ મરચાની પેસ્ટ ને એક મિનિટ નાખી હલાવી તેમાં ટમેટાની પ્યુરી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવું.
- 3
ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું,ધાણાજીરૂ, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો ઉમેરી એક મિનિટ ચડવા દેવું. મસાલો સરસ ચડી જાય એટલે તેમાં આખા અડદ અને રાજમા ઉમેરી જરૂર મુજબ પાણી નાખો. બધું એક રસ થઈ જાય એટલે તેમાં ક્રીમ અથવા તો મલાઈ ઉમેરી ઢાંકણ ઢાંકીને ચડવા દઈએ. તેલ છૂટું પડે એટલે કોથમીર નાખી ગરમ ગરમ દાલ મખની અને જીરા રાઈસ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
- અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
- લસણીયા ટિંડોળા (Lasaniya Tindora Recipe In Gujarati)
- દાબેલી ટાકોઝ (Dabeli Tacos Recipe In Gujarati)
- કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)







ટિપ્પણીઓ (5)