રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વ્હાઇટ ચોકલેટ ને એક બાઉલ માં લઇ ને મેલ્ટ કરી લો.ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર,ઘી અને ટુટી ફ્રુટી નાખી ને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
મિક્સ કરેલા મિશ્રણ ને બટર પેપર લગાવેલા મોલ્ડ માં પાથરી લો.હવે તેને ૧૦ મિનિટ માટે ફ્રીઝ માં સેટ થવા માટે મૂકી દો.
- 3
હવે એક બીજા બાઉલ મા ડાર્ક ચોકલેટ લઈ ને મેલ્ટ કરી લો.તેમાં સમારેલું ડ્રાય ફ્રુટ નાખી ને બરાબર મિક્સ કરી લો.હવે આ મિશ્રણ ને વ્હાઇટ ચોકલેટ વાળા મિશ્રણ ઉપર પાથરી લો.હવે થોડું સેટ થાય એટલે તેના ઉપર થોડી વ્હાઇટ ચોકલેટ ખમણી લો અને થોડી પ્રેસ કરી લો જેથી તે એકદમ ચોંટી જાય.
- 4
હવે તેને પાંચ મિનિટ માટે ફ્રીઝ મા સેટ થવા માટે મૂકી દો.ત્યાર બાદ તેમાં કાપા પાડી લો.હવે તેને સર્વ કરો.
- 5
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી.ફટાફટ બની જતી આ બરફી ટેસ્ટ મા બહુ સરસ લાગે છે અને બાળકો ની પણ ફેવરિટ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465693















ટિપ્પણીઓ (4)